વ્યંગ રચના
વ્યંગ રચના
કેવા કેવા લોકો દુનિયામાં હોય છે ?
રૂપિયા પાછળ લોકો ગાંડા પણ હોય છે,
ગાંડાઓને રૂપિયાનું મૂલ્ય 'ના' હોય છે,
પ્રેમ રાખો તો એ સજ્જન પણ હોય છે,
સજ્જન ગણાતા માણસો બહુરંગી પણ હોય છે,
આચાર અને વિચારોમાં તફાવત પણ બહુ હોય છે,
મુખટો પહેરનારા બધે જ હોય છે,
સાધુ દેખાતો માણસ શયતાન પણ હોય છે,
નર અને નારીમાં ભેદ લોક જુએ છે,
"મા" વગર દુનિયાનું અસ્તિત્વ પણ ક્યાં હોય છે !
એક એકથી ચડિયાતા સ્લોગન "મા" માટે હોય છે,
વૃદ્ધાવસ્થામાં "મા" એકલી પણ પડતી હોય છે !
