Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Fantasy

3  

Nisha Shah

Fantasy

મેજીક લેમ્પ

મેજીક લેમ્પ

1 min
213


દીઠો એક લેમ્પ જે પડ્યો હતો આડો

ઊડતો હતો જેમાંથી તેજનો ફૂવારો !

જરાક અડી એને હું તો ઊડી રે ઊડી !

મેજીકલેમ્પનાં પ્રકાશે આકાશે ઊડી !


જાણે બેસી ગઈ હું જાદુઈ શેતરંજી ઉપર,

ઊડે છે પંખીઓ, દોડે છે વાદળો મારી સાથે

વરસે છે વર્ષા મુજ સંગ મેઘધનુષનાં છે રંગ

પાંખાળા ઘોડા દોડે મુજ આસપાસ !


ને પહોંચી ગઈ હું સિતારોની દુનિયામાં,

જોઈ રહી છું એક નવી દુનિયા જ્યાં !

અવનવી સૃષ્ટિ, ચમકતી ઝળકતી અનોખી

બંધ આંખે નિહાળુ છું હીરામઢેલ આકાશ,


વરસે છે આતશબાજી નભથી અવનિ પર

ઝગમગતા તારા ઉતરી રહ્યા છે પૃથ્વી પર !

મેજીક લેમ્પમાંથી ખરી પડ્યો એક હીરો ત્યાં

જોયો ઓશિકાની સંગ, જાગી જ્યાં મળસ્કે !


મેજીકલેમ્પની મહેરબાની ! સ્વપ્નમાં કરાવી

સફર નવી દુનિયાની સફર નવી દુનિયાની !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy