ઉનાળે શેરડીનો રસ
ઉનાળે શેરડીનો રસ
રસભર્યો સાંઠો,
ને કોલ્હુ છે ભારી,
કોલ્હુમાં સાંઠો પીલાતો જાય,
શેરડીનો રસ બનતો જાય,
પીતા પીતા ખુશ થતા જાય,
મીઠો રસ નીકળતો જાય,
લીંબુ અદરક નાંખતા જાય,
કેવી મજા આપતા જાય,
ઠંડો બરફ ઉમેરતા જાય,
શરીરને ઠંડક આપતાં જાય,
આહ્ કેવો મસ્ત મજાનો,
ગરમીમાં ઠંડક આપતો,
શેરડીનો મીઠો રસ,
આ દેશી કોલ્ડ્રિન્ક તો,
અમૃતથી પણ લાગે વિશેષ,
પીઓ ઔર પીલાઓ,
મસ્ત મજેદાર જ્યુસ,
ઉનાળામાં અમૃતમય,
ઠંડો શેરડીનો રસ.
