Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kiranben sharma

Romance Fantasy

4.0  

kiranben sharma

Romance Fantasy

પ્રિયા!

પ્રિયા!

1 min
261


બોખા મોઢાથી હાસ્ય કરતી,

લાગે છે રૂપાળી તું પ્રિયા !


 ભલે વાળ થયાં ધોળા તોય,

 બાંધતી અંબોડો મસ્ત તું પ્રિયા ! 


મારાં ડગમગતાં પગનો ટેકો બની,

 હળવા હાથે દાબતી તું પ્રિયા !


 મીઠાં હળવાં છણકા કરતીને,

 હજુએ રીસાતી મૂંઝાતી તું પ્રિયા !


 તીખું તળેલું ગળ્યું ઝાઝુ મને ભાવે,

પણ રોગ એવા કે સાચવતી તું પ્રિયા !


જિંદગીભર કામકાજમાં દોડતાં આપણે,

 આજ અવકાશે ભાળી છે તને પ્રિયા !


આપણે થયા શરીરથી વૃદ્ધ,

મનની લાગણીથી બંધાયેલાં ઓ પ્રિયા !


જીવનભર તારા સંગાથે જીવ્યો હું,

આવતાં ભવે પણ મારી થાજે તું પ્રિયા !


પ્રેમ, વચન, આત્મીયતા અને સ્નેહ થકી,

મને સદા ભીંજવતી લાગણીથી તું પ્રિયા !


Rate this content
Log in