Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zalak bhatt

Drama Tragedy Fantasy

3  

Zalak bhatt

Drama Tragedy Fantasy

હંસલો

હંસલો

1 min
246


ઘર-ઘરતામાં ઘર કદિ, તૂટે ને બની જાય

એમ સલાહ છબિલની, બેટા નાહી લેવાય,


મોકળું આ મેદાન છે, ચારે બાજુ રેંત

જ્યાં મેલીશને ચરણ તું, ત્યાં થઈ જાશે છેદ !


મોજામાંના ફીણ લઈ, ઘરને આલ તું ઘાટ

છીપ-શંખને સાથ લઈ, આલ એને ચળકાટ,


ઊડતાં તૃણને હાથ લઈ, આંગણ એવું સજાવ

બાદમાં સાથિયા-શ્રી વડે, તેને તું બિરદાવ,


મિત્રો સંગે આપ તું, ઘરને પૂરું માન

કીડી, મચ્છી કે કરચલા, તું કર સૌનું સન્માન,


સૌ સાગરના બાળ છે, બસ થોડો છે મતભેદ

ખુદના ખૂનને ભૂલતાં, શું કરાય કોઈને કેદ ?


તું છે મારો હંસલો, છે નીર-ક્ષીરનું ભાન

સૂરજ સમ છે ડૂબ્યો, તો કર ચંદ્રનું ધ્યાન,


તારાઓ વધાવશે, વાદળો આપશે છાંવ

ડાળે સૂતેલા પંખીઓ, ને લાગ્યાં છે કદિ ઘાવ ?


પાન, તણખલા, રેત મહીં ઘર તેનાં બંધાય

આવે તોફાન કે મેઘ તો, તે કદિક લંઘાય !


હૈયે રાખી હેત તે, હરિને કરતાં યાદ

થોડા ક્ષણની વિપદા, સમજી સહુ એ શાંત,


વાયરો આયો ! વહી જશે, એ શ્વાસેના અથડાય

જીવન માંહે કાર્ય સહુ, હરિના ધાર્યા થાય,


આજ નહીં તો કાલ-કાળ, જાશે ખુદ પલટાઈ

તું જોને ઊંચા ડુંગરો, શાને દેખે ખાઈ ?


એમ સલાહ વકીલની, બેટા નાહી લેવાય

ઘર-ઘડવામાં ઘર, કદિ તૂટે ને -બની જાય !


Rate this content
Log in