STORYMIRROR

Gayatri Patel

Fantasy Inspirational

3  

Gayatri Patel

Fantasy Inspirational

હવે થોડા દિવસમાં

હવે થોડા દિવસમાં

1 min
205

આ છેલ્લા સમયે વિદાય લઈ રહયો છું હું હવે થોડા દિવસમાં,

આ વર્ષમાં ક્યાંકને ક્યાંક તમને પણ ખબર પડી ગઈ હવે થોડા દિવસમાં,


આ વર્ષમાં જીવન જીવવા માટે બધુ જરૂરી નહીં સમજાઈ ગયું હવે થોડા દિવસમાં,

માતા પિતા અને અંગત જ કામ લાગે છે, કઠિન સમયે ખબર પડી હવે થોડા દિવસમાં,


ખુદને ખુશ કરવા દોડ્યો મારા ભાગમાં પણ ન આવ્યું કામ એ હવે થોડા દિવસમાં,

આ વર્ષના શમણાં ઘણા સજાવ્યા મેં પરંતુ મનમેળ ન થયો હવે થોડા દિવસમાં,


લોકો સાથે મેં મારી અધૂરી જાણકારી પણ પૂરી કરી હવે થોડા દિવસમાં,

ન જોયા હતાં લોકોના મન તે પણ વાંચ્યા મેં હવે તે લોકડાઉનના થોડા દિવસમાં,


સ્વના ઉદ્દેશ સાથે આજે આપ સમી ઊભી છું ગાયત્રી પટેલ હવે થોડા દિવસમાં,

કોક જાણીતું તો કોક માનીતું થયું ઘણાના પ્રિયજનની ક્ષણ પણ ઝાંખી બની હવે થોડા દિવસમાં,


લગ્નના ઓરતા સજી નવ યુવાન સંગીતના હિલોરે ડોલતું એક ચિત્તે શાંત થયું હવે થોડા દિવસમાં,

ક્યાંકને ક્યાંક લોકોના મન પણ ખાલી થયા એ લાગણીઓની માળા જપી હવે થોડા દિવસમાં,


ઘણા ગયા અને ઘણા આવ્યા સમયને પારે કેટલાય પંખી ખરી ગયા, હવે થોડા દિવસમાં,

જે રહ્યા સાથે એક ડાળે તે રહેશે હજી પણ વીસ એકવીસના દિવસોમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy