Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Romance Tragedy Fantasy

3  

Zalak bhatt

Romance Tragedy Fantasy

ચિરાગ

ચિરાગ

1 min
219


રણમાં હવે ક્યાંકથી ચિરાગ મળે તો ?

તે ચિરાગનો જિન પણ નવાબ મળે તો !


ભૈ જાહોજલાલી ને જલસા નથી જોઈતાં

પણ, અચાનક માલિકનો ખિતાબ મળે તો !


વિચારણા ફળે છે મૌલા સદા મારી

એ વિચારોમાં ખરું કોઈ ખ્વાબ મળે તો !


આજ સુધી ખુદા તે ખૈર કરી મારી

ને કાલ દુઆ મારી બેહિસાબ મળે તો ?


લે, ઓઢી ચાદર કે નવી લાવ્યો છું

હું એ ઓઢવું ને જનાબ મળે તો ?


ના,ખોટું શું ખુદા ? હે, બંદગી છે સારી

પણ, બાદમાં બેગમના નકાબ મળે તો ?


હું એમ નથી કહેતો કે મન્નત ન માંગો

પણ, ધાગો બાંધો ને દીવાલ પડે તો !


બસ, આંગળી લગાવે ને રાખે ઊભી

અલ્લાહનો એવો નિઝાબ મળે તો ?


મળી જાય ખુદા પણ, શોધવો મુશ્કેલ છે

લે,રણમાં પણ ક્યાંકથી ચિરાગ મળે તો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance