STORYMIRROR

Pallavi Gohel

Romance

4  

Pallavi Gohel

Romance

નભ ઝરે

નભ ઝરે

1 min
249

નભ ઝરેને સ્પંદન ઊભું થાય,

ફોરે ફોરે મન મારું મહેકાય,


વરસતી વાદળીમાં તન-મન ભીંજાય,

રૂંવે રૂંવે સ્પર્શ તારો થઈ લહેરાય,


ખુલ્લા આ નભ તળે દુનિયા મારી ઢંકાય,

મેઘધનુષી શમણાંઓમાં મન ખોવાય,


બાહુપાશમાં ફોરાની તુજ સરીખો હેત ઊભરાય,

કારણ વિના પ્રેમ તારો જેમ મારા પર છલકાય,


બુંદે બુંદે જીવન આખુંય મારું ભીંજાય,

ભરી પ્રેમ ઉન્માદ પછી એ તારામાં ઢોળાય,


ખોબો ભરી કે નહીં મુઠ્ઠી વાળી એ ઝીલાય,

હૃદયનાં ખુલ્લા દ્વારમાં જઈ એ સમાય,


હેમ કેરા હેતનો ખજાનો મુજ ઊર એમ સમાય,

નીત નવ રંગરૂપ ધરી જીવન ફૂલવાડી થૈ મહેકાય,


ઝીલી આભ વરણી વાદળીની છટાં આતમ અજવાય,

બની પ્રેમરસધાર અમર એ અંતરમને નિત્ય પથરાય.


Rate this content
Log in

Similar gujarati poem from Romance