STORYMIRROR

Rekha Patel

Tragedy Thriller

4  

Rekha Patel

Tragedy Thriller

નારીની પરીક્ષા

નારીની પરીક્ષા

1 min
377

આજે નારીની પરીક્ષા થઈ રહી છે, 

તેની ધીરજની પરીક્ષા થઈ રહી છે, 


યુગોથી સહન કરતી આવી છે, 

તેની તાકાતની પરીક્ષા થઈ રહી છે, 


બધાંને વહાલસોયું સ્થાન આપે છે, 

ખુદનાં સ્થાનની પરીક્ષા થઈ રહી છે, 


સદાય બીજા માટે જ જીવી રહી છે, 

તેનાં હોવાપણાની પરીક્ષા થઈ રહી છે, 


ક્યારેય કોઈ તેને પૂછતું નથી, 

તેનાં સ્વાભિમાનની પરીક્ષા થઈ રહી છે, 


ન કોઈ સાથી કે ન કોઈ સંગાથી, 

તેની એકલતાની પરીક્ષા થઈ રહી છે, 


સાથે હોય તો તેની દરકાર નથી, 

તેનાં પડછાયાની પરીક્ષા થઈ રહી છે, 


"સખી" એક ડાબરો આપી રહી હતી, 

તેમાં સ્મરણોની પરીક્ષા થઈ રહી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy