નારી
નારી
ખળખળ વહેતી સરિતા તુંં,
સમાજના રીત રિવાજનુ ભાજન તું,
તારી પ્રતિકૃતિ પથ્થરની મુર્તિ પુજાય છે,
તો તને શાને અવગણાય છે,
સ્ત્રી દરેક સ્વરુપે પુજનીય હોય છે,
પરંતું કહેવાય કંઈ ને કરાય કંઈ આવુ શું કામ થાય છે,
ઘરની મર્યાદા,
સહનશીલતાની મુરત તુંં,
શક્તિ સ્વરૂપા અંબિકા તું,
રાવણ રોળનારી કાલિકા તું,
પતિ પરાયણ સીતા તું,
પ્રેમ રસમાં મંત્રમુગ્ધ થનારી રાધા તું,
ભક્તિમાં લીન રહેનારી મીરાં તું,
કોઈ ઘરની લાજ આબરૂ અને મર્યાદા તું,
મંદિરમાં દેવી પૂજાય છે,
અને જીવતી શક્તિ સ્વરૂપા તું કેમ ઠોકરો ખાય છે,
સાસરી કહે પારકા ઘરથી આવેલ,
પીયરમા કહે પારકી થાપણ તો સાચુ ઘર કયું તારુ
કે વિધાતાના વ્યંગ ઉપહાસની નિશાન બની છે તું,
પુરુષ પાસે ડીગ્રી હોય છે,
ધંધો હોય પરંતું તું તો નોકરી ઘરની સાથે ત્રણકૂળની આબરૂ સાથે તું બંધાયેલી,
ગળામાં મંગલસુત્ર ને માંગે સિંદુરની તાકાત તો જુઓ ઉછળકૂદ છોકરીને કાબુ કરનારી બેડી બની ગયા છે,
સ્ત્રીને ત્યાગ,
સમર્પણ,
ધીરજ ને સહનશીલતાના પારખા કરવા બેકાબૂ બન્યા છે.
