નારી
નારી
તારી તો વાત જ છે જગ પ્યારી,
તું જગત જનની તરીકે અવતરી ન્યારી,
મા જગદંબા તણો અવતાર છે તું નારી,
મમતાતણી ઝલક છે જગમાં તારી,
તારા વગરની આ વસુંધરાની રજ છે ખારી,
તુજ સંગે સઘળું જગત છે લીલી વાડી,
ચમનમાં પુષ્પની જેમ કોમળ છે તું નારી,
હૃદય તારું સમંદર સમાન મહાન છે તું નારી,
કવેણ સાંભળવાની શક્તિ છે જગમાં તારી,
જગમાં નારાયણીરૂપી અવતરી તું નારી,
સંસ્કારોનું સ્નેહભર્યું ઝરણું છે તું નારી,
કુટુંબમાં તરુવર બની શોભથી તું નારી.