નારી
નારી
હું છું એક નારી...
વીંધાતી જન્મથી.
માતા કુખે શબ્દોથી વીંધાય,
હર હંમેશ હું વીંધાવ.
બાળપણમાં વીંધાય ગઈ કાનથી,
તો કયારેક સુહાગનના લક્ષણે નાકથી.
હું છું એક નારી...
વીંધાતી જન્મથી.
પિતાની હુંફ ત્યજી ચાલી નીકળી પિયુ સંગે,
પિયર છોડ્યુંને સાસરે સૌનાં વર્તને વીંધાય.
હું છું એક નારી...
વીંધાતી જન્મથી.
p>
જીવન પૂંજી બાળક મારું માન્યુંને છાતી સરસુ રાખ્યું,
કિંન્તુ ના સમયને બાંધી શકી, વિચારોએ વીંધાય.
હું છું એક નારી..
વીંધાતી જન્મથી,
સંપૂર્ણ ખોયું તોયે હૈંયુ ખાલી,
અંત સમયે લાગણી કાજે હૃદયથી વીંધાય.
બોલો હવે કંઈ બાકી?
જો કહી શકો તો કહો વીંધાવા છું તૈયાર.
હું છું એક નારી..
વીંધાતી જન્મથી.