Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deviben Vyas

Abstract

3  

Deviben Vyas

Abstract

નારી

નારી

1 min
143


નારી વગર સંસારની કો' કલ્પના અઘરી પડે,

નારી વિના તો વંશવેલો ના કદી આગળ ધપે,


પૈડું ગણાતું રથ તણું, એ સમ ધરી રાખી ફરે,

નારી વગરની સર્વ રમણાઓ જ ત્યાં અટકી રહે,


નારી મનાતી નાવ એવી, જે વહાવે જગ સકલ,

નારી સકલ આધાર જગનો, ટેકણે એની ટકે,


ના મૂલ્ય ઓછું આંકશો, છે શૂન્ય સઘળું સ્રી વગર,

ભંડાર છે એ શક્તિનો, એ શક્તિથી ક્રાંતિ કરે,


નારી વિના નર છે અધૂરો, નર વિના એ એકલી,

નારી અને નર બેયના સહકારથી સુંદર બને,


એ પુષ્પ સમ કોમળ અને છે લાગણીભીની સદા,

એ વ્હાલનો દરિયો થઈને આંખથી ભરતી ભરે,


ચંડી બની ચામુંડ શા દૈત્યો હણે પળમાં રણે,

ને મીણની મૂરત સમી, એ પીગળી દીપક ધરે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract