STORYMIRROR

Manishaben Jadav

Fantasy Inspirational

3  

Manishaben Jadav

Fantasy Inspirational

નારી તારી વાત અનોખી

નારી તારી વાત અનોખી

1 min
187

સમજણથી તું છે ભરેલી

મમતા તારી સૌને ગમતીલી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


સુંદરતા તારી સૌથી પ્યારી

સહનશીલતામાં તું છે અનેરી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


વ્હાલ તું સદા વરસાવતી

અન્યાય સામે તું લડતી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


મા બની તું વ્હાલ વરસાવનારી

પત્ની બની સાથ આપનારી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


રણચંડી બની યુદ્વ કરનારી

શક્તિ બની સૌને હણનારી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


નાનાં મોટાં સૌની કાળજી લેતી

પ્રેમથી પરિવારને એક રાખતી

નારી તારી વાત અનોખી ને નિરાળી !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy