ના શકે?
ના શકે?
1 min
236
બંધારણ:-ગાલગા ગાલગા...
તું મને પ્રેમ એવો કરી ના શકે ?
શું સંબંધો વિના તું વરી ના શકે!
આપજે તાલી હસવાને કારણ કદી
આંખથી આંસુ છો ને સરી ના શકે?
તું ભલે ના મળે જિંદગીભર મને,
શું નયનમાં તું મુજને ભરી ના શકે?
ના વધુ માંગતી તારી પાસેથી હું,
એક પળ શું મને તું સ્મરી ના શકે?
આમ તો આખું ઉપવન તારી પાસ છે,
એક ગુલાબ મુજને ધરી ના શકે?