ના આવડ્યું....
ના આવડ્યું....
દિલનાં દર્દો આંખોથી છુપાવતા ના આવડ્યું,
હોઠોથી દિલનો હાલ કહેતા ના આવડ્યું....
જીવનરાહમાં રાહદારીની માફક લોક આવ્યા,
દુ:ખ એ કે હર કોઈને ફર્ઝ નિભાવતા ના આવડ્યું....
ઉમ્મીદના મોતી છલકાય મારી આંખોમાં,
જમાનો થઈ ગયો પરંતુ સ્વપનાઓ સજાવતા ના આવડ્યું....
રાહમાં રોકી અજનબીએ પૂછ્યો હાલ મારો,
નજરો ફેરવી લીધી, મુખથી બહાનું બનાવતા ના આવડ્યું....
વાતો ફેલાય મારી દૂર-દૂર લોકોના કાનો સુધી,
આંતરિક ખૂબ તૂટ્યો, ખુદને દિલાસો આપતા ના આવડ્યું....
વર્ષો સુધી વર્ષા વરસતી રહી "નાના"ની આંખોથી,
છતાં કોઈને પણ દિલમાં લાગેલી આગ બુઝાવતા ના આવડ્યું.
