મયૂરના કામણ
મયૂરના કામણ
તારા પીંછાનો વીંઝણો શોભે રૂપાળો
તારી કલગીનો તાજ રૂડો રઢિયાળો
મોર તું લાગે છે છેલછોગાળો,
મેહુલીયો ગાજે ને થનગને નખરાળો
વનવગડે ઢેલ સંગ દીપે દિવાનો
મોર તું લાગે છે છેલછોગાળો,
રમતો ભપકે કળાયેલ કોડીલો
મોરમુગટ ધરી હરખાવતો ગોપાલો
મોર તું લાગે છે છેલછોગાળો,
મયૂર કેવાં રે કામણ તમે કીધાં
હરિએ તમારાં સરનામાં રે દીધાં
મેં તો વહાલું કર્યું ગોકુલિયું ગામજી
મોરપીંછ મુગટે ઓળખાયો મારો કાનજી,
તારા રાજ રાજેશ્વરી ભપકા રૂપાળા
મોરલા તમે સૌને ગમતા છેલ છોગાળા.

