મૂકી આવો તડકે
મૂકી આવો તડકે
મન કોને મળવાને હરખે
મનને મૂકી આવો તડકે
ઘર છોડી નીકળ્યો રસ્તે,
રસ્તો લઇ ગયો તારા નગરે.
રાતાચોળ બળબળતા નયને
સપનાઓ તો ભડભડતા સળગે!
આ વડલો કેવો છે ઊભો,
ભર ગરમીમાં ઊભી સડકે.
કિસ્મતને જે પડકારે છે,
કિસ્મતની બાજીને પલટે.
કોણ વસે કોની આંખોમાં,
કોના નયને શ્રાવણ વરસે!
'જીતુ'ને કોઇ કહી ગયું છે-
મારા વગર જીવનભર જલજે!