મુઠ્ઠી ભરી પ્રેમની..!
મુઠ્ઠી ભરી પ્રેમની..!
મુઠ્ઠી ભરી પ્રેમની લઈને આવ,
તું આંખમાં પ્રેમ ભરતો આવ!
તારી મીઠી યાદ લઇને આવ,
મને એ યાદમાં વહાવવા આવ!
હોઠે મીઠો ટહુકો લઇને આવ,
તું કલરવ કરવા વહેલો આવ!
તારી ઠંડી આહટ લઇને આવ,
તું મને ભીંજવવા જલ્દી આવ!
તું શાંત સમુદ્ર થઈને આવ,
તારામાં મને સમાવવા આવ!

