મારો પ્રેમ
મારો પ્રેમ
હું એટલો પ્રેમ કરૂં છુ તુજને કે કહી નથી શકતો,
હું એટલું જાણું છું કે તારા વિના નથી રહી શકતો.
તારી વાટ જોવાનું હું કદી પણ છોડી નથી શકતો,
તે આદત બની ગઈ છે મારી હું ભુલી નથી શકતો.
તારી સુંદર સૂરતને જોયા વિના નથી રહી શકતો,
હાલ મારા શું થાય છે તે હું તને કહી નથી શકતો.
તારા નિખરતું યૌવન જોઈને હું રહી નથી શકતો,
સપનામાં તુજને જોઈને હું શાંત નથી રહી શકતો.
ન તડપાવ, ન તરસાવ મુજને હું સહી નથી શકતો,
તારી છબી હ્રદયમાં છે "મુરલી" હું ભૂંસી નથી શકતો.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)