STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તમને જોઈને

તમને જોઈને

1 min
371



આ રીતે તમારી નજર મુજ પર ફેરવશો નહીં,

હું તમારી તિરછી નજરથી ઘાયલ થઈ ગયો છું. 


આ રીતે તમારા હ્રદયની ધડકન સંભળાવશો નહીં, 

હું ધડકન સાંભળીને પ્રેમનો તાલ મેળવી લઉં છું.


આ રીતે તમારા કેશને હવામાં ફરકાવશો નહીં,

હું તેને જોઈને સાવનની શિતળ ઘટા અનુભવું છું.


આ રીતે તમારી સુંદર અદાઓ બતાવશો નહીં, 

હું તમારી સુંદર અદાઓથી પાગલ થઈ જાઉં છું.


આ રીતે તમારા અધરોના શબ્દો સરકશો નહીં,

‘મુરલી’ શબ્દો સાંભળીને હું શાયર બની જાઉં છું.


રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama