મને લાગે છે
મને લાગે છે


તને હું જોઉં છું તો મને કોઈ મારૂ લાગે છે,
તે સિવાયના ચહેરા મને અજાણ્યા લાગ છે.
તારો સુંદર ચહેરો મને અતિ મોહક લાગે છે,
પૂનમનો ખીલેલો ચંદ્ર મને નિસ્તેજ લાગે છે.
તારી ઝુલ્ફોની આ છાયાં મને શિતળ લાગે છે,
લહેરાતી આ સાવનની ઘટા મને ફિક્કી લાગે છે.
તારા પ્રેમની સરિતા મને અમૃત જેવી લાગે છે,
ધુધવતો મહાસાગર મને સાવ ખારો લાગે છે.
તારા યૌવનની મહેંક મને અતિ માદક લાગે છે,
મયખાનાની શરાબ મને શરબત જેવી લાગે છે.
તારી પાયલનો ઝણકાર "મુરલી" મધુરો લાગે છે,
તુ સ્વર્ગની જ અપ્સરા હોય તેવું હવે મને લાગે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)