તારી સુંદરતા!!
તારી સુંદરતા!!
વસંતની સમી સાંજે ખીલેલા બાગમાં બેઠા એક વિચાર આવ્યો કે,
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
તારી એ પહેલી નજર જયારે મળી,
તારી ધીંમીસી મુસ્કુરાહટમાં મને લાગ્યુ કે,
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
તારી સાથેની એ પહેલી મુલાકાતમાં, જાણે અંતરના નયનરમ્ય સહેવાસમાં,
તારી સાથેની એ મીંઠી વાતોથી મને લાગ્યુ કે,
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
આપણી એ મુલાકાતોની પ્રેમભરેલી સરવાણી, એમા પણ તારી મધુર મધુર વાણી કઈ રીતે વિસરવાની,
સજઁનહારે સજેઁલી આ સ્રુષ્ટીમાં તારા જેવી પ્રતિક્રુતિની વાત જ કઈંક અલગ છે.
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
આપણી એ મુલાકાતોની સફર, અરમાનોના વાદળો અને સપનાઓની ડગર,
આપણે હાથમાં હાથ મિલાવીને સેર કરીતી એ સફર,
મારી કહેલી રસ્મો કસ્મોને નિભાવવાની તારી વાત જ કઈંક અલગ છે.
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
તુ જ્યારે મને મળે છે, ત્યારે એવું લાગે છે,
આભનો ચાંદ ધરતી પર ઊતરીને હાજરી આપે છે.
કુદરતે પરોવેલી તારામાં સાદગીની વાત જ કઈંક અલગ છે.
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.
અંતમા મિત્રો એક રજૂઆત કરુ છું, મારા અતીતને સમજીને વિચાર વિમઁશ કરુ છું.
હું કાલે પણ તને પ્રેમ કરતોતો, આજે પણ પ્રેમ કરુ છું.
લાખ કોશિશોના બાવજૂદ પણ તને ના ભૂલી શકવાની વાત જ કઈંક અલગ છે.
તારી સુંદરતાની વાત જ કઈંક અલગ છે.

