મારી ઈચ્છા છે
મારી ઈચ્છા છે


શું વખાણ કરૂં તારા કજરાળા નયનોનાં,
તેમાંથી છલકે છે જામ મદહોંશ કરવાનાં,
જામમાંં ભીંજાઈને ભાન ભુલવું વાલમ,
મારી ઈચ્છા છે તારા નયનોમાં વસવાની.
શું વખાણ કરૂં તારા ગૂલાબી અધરોનાં,
તેમાંથી સરકે છે મધુર શબ્દો ગઝલનાં,
હું કલમમાં તારા શબ્દો ઉતારીશ વાલમ,
મારી ઈચ્છા છે કલમથી ગઝલ લખવાની.
શું વખાણ કરૂં તારા નિખરતાં યૌવનનાં,
તેને જોઈને સૂરજ સંંતાય છે વાદળોમાં,
તારી યૌવન સરિતામાં ડૂબવું છે વાલમ,
મારી ઈચ્છા છે તેમાં તરબતર બનવાની.
શું વખાણ કરૂં તારી રણઝતી પાયલનાં,
મારા રોમ રોમ લહેરાયા છે તેના નાદમાં,
તુ સ્વર્ગની અદૃભૂત અપ્સરા છો "મુરલી",
મારી ઈચ્છા છે ભવ ભવના ફેરા ફરવાની.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)