જરૂર નથી
જરૂર નથી
જરૂર નથી
======
તારી સાથે નજર મેળવવાની જરૂર નથી,
તારા નયનોમાં છબી મારી દેખાયા કરે છે.
તારા સુંદર ચહેરાને શોધવાની જરૂર નથી,
તારા ચહેરો મને સપનામાં સતાવ્યા કરે છે.
તારી ધડકનનો તાલ મેળવવાની જરૂર નથી,
તારૂં હ્રદય મારા પ્રેમથી કાયમ ધડક્યા કરે છે.
તારા મિલન માટે મારે તડપવાની જરૂર નથી,
તુ તો મારા રોમ રોમમાં પણ લહેરાયા કરે છે.
તારા હાથની રેખાઓ જોવાની જરૂરી નથી,
"મુરલી" હું તારો હોઉ તેવું મને લાગ્યા કરે છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)