તારી ઝંખના
તારી ઝંખના
મે નથી જોઈ તને, તુ પણ નથી મળી મને,
છતાં તારી તસ્વીરે દીવાનો બનાવ્યો છે મને.
તારા વિચારો મનમાં, હરપળ આવે છે મને,
તને રૂબરૂ મળવાની, ઈચ્છા થઈ ગઈ છે મને.
દરરોજ તારા સપનાઓ, જોવા ગમે છે મને,
ઉજાગરા કરીને રાતના, તરફડવુ ગમે છે મને.
તારી વાટ જોઉં છું, તુ હવે ક્યારે મળીશ મને?
તને પ્રેમ કરવાની સજા, ભોગવવી ગમશે મને.
તારા પ્રેમની આરાધના, કરવી મંજુર છે મને,
તારા પ્રેમનું મંદિર બનાવવું, જરૂર ગમશે મને.
ન તડપાવીશ, ન તરસાવીશ, ન સતાવીશ મને,
"મુરલી" તારા દિલમાં, પ્રેમથી સમાવી લેજે મને.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

