ઉદાસીનતા
ઉદાસીનતા


તારી મીઠી નજરથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે,
તારી કજરાળા નયનો મુજને,ઘાયલ બનાવી જાય છે.
તારો સુંદર ચહેરોથી મારા મનનો મયૂર ટહૂંકી જાય છે,
તારા ગુલાબી અધરો મુજને, મધુકર બનાવી જાય છે.
તારા મધુર શબ્દોથી મારૂં દિલ રોમાંચિત બની જાય છે,
તારા પ્રેમમાં પડવા મુજને, મજબૂર બનાવી જાય છે.
તારા યૌવનની મહેંકથી મારૂ મન મદહોંશ બની જાય છે,
તારી લટકાળી ચાલ મુજને, દીવાનો બનાવી જાય છે.
તારી ઉદાસ ચહેરાથી મારા, દિલમાં આગ લાગી જાય છે,
"મુરલી" તારા અબોલા મુજને, એકલો બનાવી જાય છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)