તારા પ્રત્યેનો પ્રેમ
તારા પ્રત્યેનો પ્રેમ


ભલે તને દિવસભર મળવાનું ન બને,
તુજને યાદ કરીને મારી સવાર સુધરી જાય છે.
ભલે તુ મૂજને પથ્થર હ્રદયનો પ્રેમી ગણે,
તારી તસ્વીર જોઈને મારૂં હ્રદય ધડકી જાય છે.
ભલે તુ ખિજાઈને મારાથી મુખ ફેરવી લે,
તારી અદાથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે.
ભલે તુ અધરોથી કડવા શબ્દો સરકાવે,
તારા શબ્દોથી પ્રેમની ગઝલ લખાઈ જાય છે.
ભલે તુ છુપાઈને રોજ હરપળ તડપાયા કરે,
"મુરલી" મારાથી કરૂણ પ્રેમધુન છેડાઈ જાય છે.
રચના:- ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)