મુરલી છેડી પ્રેમની
મુરલી છેડી પ્રેમની
મારે નજર તેની સાથે મેળવવી છે,
મારે નજરના જામ છલકાવવા છે,
જો નજર જામ છલકી જાય તો મારે,
જામમાં તરબતર બની ઝુમવું છે.
મારે તેની સાથે હ્રદય મેળવવું છે,
મારે પત્થર હ્રદયને ધડકતું કરવું છે,
જો પત્થર હ્રદય પીગળી જાય તો મારે,
હ્રદયમાં કાયમ સમાવી લેવી છે.
મારે તેના પ્રેમમાં પાગલ બનવું છે,
મારે પ્રેમની આરાધના હવે કરવી છે,
જો પ્રેમની આરાધના સ્વીકારે તો મારે,
પ્રેમની દેવી કાયમ બનાવવી છે.
મારે તેના મધુર ટહૂંકા સાંભળવા છે,
મારે ટહૂંકા સાંભળી મદહોંશ બનવું છે
જો ટહૂંકામાં મદહોંશ બની જાઉ તો મારે,
"મુરલી "માં પ્રેમની તાન છેડવી છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)