STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama

4  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

બારીની બહાર, માનવીની કતાર

બારીની બહાર, માનવીની કતાર

1 min
13

જોયું મે જ્યારે બારીની બહાર,

ચોમેર ફેલાયો છે ફૂલોનો પમરાટ,


પંખી ઊડવા માટે કરે છે થનગનાટ,

જોને કેવો સુંદર છે એનો કલબલાટ !


ઝૂમી ઊઠી જાણે ફૂલોની આખી નાત !

જોને ફૂલ અને ભ્રમર કરે આપસમાં વાત,


જોને બાગોમાં ફૂલોએ સર્જી નોખી ભાત,

જોઈ નજારો ઈશ્વરનો, ખુશ છે માનવજાત,


સુગંધ વેચી રહ્યો છે પવનનો ફેરિયો,

જોને ધરા પર સર્જાયા કેવા સુંદર દ્રશ્યો !


સૂરજ આવતા જોને કેવો અંધકાર ભાગ્યો !

ઊંઘમાંથી જોને આ માનવી પણ જાગ્યો,


બારી બહાર જોઈ માનવીની કતાર,

એની આંખોમાં જાણે સપનાં હજાર !


કેવો દોડે મેળવવા ખુશીઓની વણઝાર !

દિવસ રાત દોડ્યા કરે જાણે આંખો સંસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama