અનુભૂતિનો અહેસાસ
અનુભૂતિનો અહેસાસ
તારી કજરાળી નજર મુજને ઘાયલ બનાવી જાય છે,
તુ પ્રેમ કરતી હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.
તારા નિખરતાં યોવનથી મારા રોમ રોમ લહેરાઈ જાય છે,
તુ સ્વર્ગની પરી હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.
તારી મસ્ત અદાઓથી મારી પ્રેમની તરસ વધી જાય છે.
તુ તડપાવતી હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે
તારા મધુર શબ્દો સાંભળીને મારી કલમ અટકી જાય છે,
તુ પ્રેમની ગઝલ હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.
"મુરલી" તને હ્રદયમાં વરસાવવાની પ્રબળ ઈચ્છા થાય છે.
તુ મારા જ માટે હોય તેવી અનુભૂતિનો અહેસાસ થાય છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)