હું ઈચ્છુ છું કે
હું ઈચ્છુ છું કે
હું ઈચ્છુ છું કે તારી અને મારી કાયમ મુલાકાત થતી રહે,
નજર સાથે નજર મળે, મને પ્રેમની ભાષા સમજાતી રહે.
હું ઈચ્છુ છું કે તું મારા હ્રદયનો દ્વારા ખટખટાવતી જ રહે,
તને હ્રદયમાં સમાવીને, મારી ધડકનનો તાલ મળતો રહે.
હું ઈચ્છુ છું કે તારા પ્રેમની સરિતાનો પ્રવાહ વહેતો રહે,
મારા પ્રેમના સાગરમાં હમેશા, તારૂં મધુર મિલન થતું રહે.
હું ઈચ્છું છું કે તું મારા જીવનમાં પ્રેમની દેવી બનતી રહે,
આજીવન તારા જ પ્રેમની, મારાથી આરાધના થતી રહે.
હું ઈચ્છુ છું કે રાતભર તારાઓની મહેફિલ મારી ચાલુ રહે,
"મુરલી" ની મધુર ધુન સંગે તું મહેફિલમાં રંગત લાવતી રહે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)