પ્રેમ દીપ
પ્રેમ દીપ
ઋતુ હેમંતની છે મનગમતી મારી,
તુ મળવાનો વાયદો નિભાવી જા,
વાટ જોઈ રહ્યો છુ વાલમ તારી,
મિલન મધુર મુજ સંગ તુ કરી જા
રાતની શરુઆત થઈ છે સારી,
તારી ચમકતી સૂરત દેખાડી જા,
કોયલ ટહૂંકે છે કજરાળી કાળી,
તારો મધુર સાદ તુ સંભળાવી જા.
હ્રદયમાં વિરહની જવાળા છે ભારી,
વિરહની જ્વાળા હવે શાંત કરી જા,
હરપળ યાદ આવે છે મુજને તારી,
મારા રોમ રોમને તુ લહેરાવી જા.
પ્રેમની મહેફિલ મે સજાવી છે તારી,
તુ પ્રેમનો તરાનો આવીને ગાઈ જા,
"મુરલી"માં મધુર તાન હું છેડી તારી,
મારા હ્રદયમાં પ્રેમ દીપ પ્રગટાવી જા.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)