મુશ્કેલ છે ઘડી
મુશ્કેલ છે ઘડી
મુશ્કેલ છે ઘડી પણ સાચવવી પડશે,
વિકટ છે પળ પણ સહેવો પડશે,
સંકટ છે સમય પણ સમજવો પડશે,
પંથ છે અઘરો પણ પસાર કરવો પડશે,
કંટક છે માર્ગમાં પણ કાપવો પડશે,
રસ્તો છે વિકરાળ પણ આગળ વધવું પડશે,
સમસ્યા છે સાંજ સવાર પણ સાચવવું પડશે,
કપટી છે જગત પણ કરવું પડશે,
જીવનની છે આ જંજાળ પણ જીવવું પડશે.
