મુલાકાત
મુલાકાત


ઝરણાંના ઝરમર -ઝરમર સૂરો સાંભળવા બેઠી હતી
ત્યાં જ અચાનક કોઈના પગલાંના અવાજથી હું ઘબરાઈ ગઈ,
અનેરું એ કોઈનું તેજસ્વી મુખ તડકાથી છુપાયેલું હતું,
શાંત સુરીલા આ વનમાં કોઈ આકર્ષિત મુખવાળું આવ્યું હતું,
અનેરા સ્મિતથી મીઠાં સૂરે સ્વર એમનો કર્ણ ને ભાયી ગયો હતો,
થોડું નિકટથી અમારે એમને જોતા જ એ ઘોડેસવાર થઈ ચાલ્યા ગયા,
વારંવાર અમે એ પવિત્ર ભૂમિની મુલાકાત કરતા રહ્યા પણ એ ક્ષણ ના આવી ફરી આમ અપૂર્ણ રહી મુલાકાત !