STORYMIRROR

Pravina Avinash

Classics

3  

Pravina Avinash

Classics

મુક્તક માળા

મુક્તક માળા

1 min
13.3K


મિલન કે જુદાઈમાં શું ફેર છે,

રાત જાણે કે ધબકતી જાય છે.

સ્વપનાના ઘરમાં રહેવા જાઉં છું,

ને ચાંદની ભીંતો સંવારી જાય છે.

***

મંદિરમાં પ્રભુ સમક્ષ દીવો પ્રગટાવતા પહેલાં,

અંતરમાં પ્રસરેલ અંધકાર દૂર કરતા પહેલા.

પ્રભુની પાસે આચરેલા પાપની કબૂલાત પહેલાં,

જેના માટે હ્રદયમાં દુર્ભાવ છે તેમને માફી આપો.

***

મધુરતા

મિલનમાં

કે

યાદોમાં?

***

નિવૃત્તિમાં

પ્રવૃત્તિ

કે

પ્રવૃત્તિમાં

નિવૃત્તિ?

***

પરણે તે

પસ્તાય

ન પરણે તે

પસ્તાય !

***

વહાલ

કોને

કૂતરાને

બાળકને ?

***

હું હંમેશાં પુરાની યાદમાં ખોવાઈ ગઈ,

મીઠી મુંઝવણોમાં ડૂબીને તણાઈ ગઈ.

વમળમાં સામે પાર  જવા તરફડી રહી,

તસ્વીર તારી નજર સમક્ષ ઉપસી ગઈ.

***

આ જીવન સફળ કરવાનું છે યાદ રાખ,

દુખીઓના દુખ દૂર કરજે યાદ રાખ.

પ્યાર આપી આપેક્ષા ત્યજજે યાદ રાખ,

જીવન એળે ન જાય હમેશા યાદ રાખ !

***

તકરાર

કરું

કે

પ્યાર?

***

યાદોમાં

ફરિયાદોમાં

હાજરીમાં

ગેરહાજરી

ગેરહાજરીમાં

હાજરી

***

એકલા એકલા ભમવામાં મઝા છે,

સાથી વિના જીવવામાં સજા છે.

જે મળ્યું તે જીવવામાં જીવન છે,

નહીં તો મહામૂલું જીવન વૃથા છે !

 

***

હસીને જીવો રડીને જીવો,

સહુ સંગે હળીમળીને જીવો.

સાથ સઘળા ઘડી બેઘડી,

પામ્યા તેને માણો હરઘડી.

***

 

કુદરતની મોજ માણતા ઝુમો આજે,

ખાડા ટેકરા નદી નાળાને ચૂમો આજે.

અવનવું દૃશ્ય ભાળો તેને માણો આજે,

અંતે તેનું શરણું નિર્વિઘ્ને સ્વિકારો આજે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics