મુક્ત મનની વાત
મુક્ત મનની વાત


કરી મે આજે મારા મન સાથે વાત
આજે મે આપ્યો જાણે મારાં મનને સાથ
આજે મે સાંભળી ધ્યાનથી મારા મનની વાત
ત્યારે તેણે શિર્ષક આપ્યું મુક્ત મનની વાત,
સમજાવ્યું તેણે કે તું તારી આદત સુધાર
જૂનું ભૂલીને તું નવી યાદી બનાવ
સારી યાદોનો તું સંગ્રહ બનાવ
અને આ પ્રક્રિયાને પુનરાવર્તિત બનાવ,
ન આપ મને ખરાબ યાદોનો ખૂણો
જ્યાંથી નીકળી જાય છે હંમેશા મરો છુંદો
સારી વાતોનાં પતંગિયા મોકલાવ
મને નિરાંતે તું સુગંધિત બનાવ,
તારાં ગુસ્સાને ઓગાળી નાખ
અને શાંતિથી મને વિચારવા માટે રાખ
જેથી તારા મગજને સંદેશો મોકલશે
બસ તું તારા ચહેરા પર સ્મિત રાખ
બસ આજની કીધેલી મારી વાત માન
હું તો તારું અંતરમન છું
તો તુ મારાં હક્કથી મારી વાત માન
આજે મે કર્યુ છે મન મોકળું
બસ હવે તુ માન આ મુક્ત મનની વાત !