મસ્ત ચહેરો
મસ્ત ચહેરો
બજારેથી લીધો ચહેરો, મસ્તીનો શોખીન છે,
લથડ્યા ખાતા જાણ્યું, બાટલીનો શોખીન છે,
ચહેરાથી નીકળવા લાગ્યા ધુમાડાના ગોટા,
માન્યું મરદનો ગગો આ બીડીનો શોખીન છે,
કાગળ જોઈ ચહેરો નંબર શોધવા લાગે,
કોઈએ કહ્યું વીરલો લોટરીનો શોખીન છે,
ચહેરા ઉપર સદા માખીઓ બણબણતી,
ખબર પડી આ તો પાણીપૂરીનો શોખીન છે,
‘સાગર’ અચાનક એને ઝાપટ એક પડી,
ખબર પડી ત્યારે આ છોકરીનો શોખીન છે.
