STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance Tragedy

4  

Ranjana Solanki Bhagat

Romance Tragedy

મરજી

મરજી

1 min
240

પ્રત્યક્ષ મળો ના મળો એ તમારી મરજી,

પણ યાદમાં જરૂર આવો એ અમારી મરજી,


સુખ સઘળા તમને સમર્પણ એ તમારી મરજી,

દુઃખ લેશું અમે સ્વીકારી એ અમારી મરજી,


હાસ્ય તમ પર વાર્યા અમે એ તમારી મરજી,

રૂદન કર્યા ભારી અમ પર એ અમારી મરજી,


સરળતાના રસ્તે ચાલો તમે એ તમારી મરજી,

ઉપાધિઓ લીધી અમે ઉપાડી એ અમારી મરજી,


કિનારે પહોંચી તમારી નાવ એ તમારી મરજી,

વમળોમાં અમે અટવાયા, કારણ ! એ અમારી મરજી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance