મૃગજળ
મૃગજળ
તને મે ઝંખી છે સહરાના રણની વચ્ચે પાણીની તરસની જેમ,
હવે તો મળવા આવ રાહ જોઉં હું શ્યામની જેમ,
ધગધગતા નિઃશ્વાસે સળગ્યો એક નિઃશ્વાસ જ્યાં જોઉં તારું આવવું મૃગજળ સમાન !
શ્વાસે શ્વાસે મૌનમાં કે શબ્દે શબ્દમાં એક તારું જ નામ સમાન,
પ્રથમ મિલન સ્થળ આજ પણ યાદ છે મને,
તું આવ આજ પણ એજ સ્થળ એજ સમય એજ પ્રેમ કર મને,
જાણું છું હવે કોઈની બની ગઈ છે તું,
પણ આ મનના ઊંડા દરિયે જે સળવળે એને કેમ સમજાવું હું,
જરૂર આવીશ હું એમ કહી રાહ જોવાનું કહી ગયેલ તું,
આજ પણ દરેક ઋતુમાં દરેક મોસમની પીડાઓ સહી રાહ જોઉં છું હું !

