STORYMIRROR

Arjun Gadhiya

Drama

4  

Arjun Gadhiya

Drama

મર્દ

મર્દ

1 min
411

(છંદ : સ્રગ્વિણી)


મર્દ તો જંગ મેદાનમાં ભાગતાં,

મર્દ તો ભીડમાં આગળે આવતાં,

મર્દ તો ઘોડલે રે ચડી જાણતાં,

મર્દ તો કેસરિયા કરી જાણતાં...


મર્દ તો શત્રુને રણ મેલાવતાં,

મર્દ તો જંગમાં રે કરે હાકલાં,

મર્દ તો શત્રુને રે ઉભાં ફાડતાં,

મર્દ તો શત્રુ મારી મરી જાણતાં...


મર્દ તો માથડા મોજથી આપતાં,

મર્દ તો રે ધડેથી લડી જાણતાં,

મર્દ તો રંગ ધીંગાણે રે રાખતાં,

મર્દ તો મૂર્તિઓ શૌર્યની લાગતાં...


મર્દ તો રે રખોપાં કરે ગામનાં,

મર્દ તો રે રખોપાં કરે ગાયનાં,

મર્દ તો ધર્મને જીવતાં રાખતાં,

મર્દ તો દૂધની લાજ રે રાખતાં...


મર્દ તો માનથી રે સદા જીવતાં,

મર્દ તો માનથી રે મરી જાણતાં,

મર્દ તો રે પૂજાતા બની પાળિયા,

મર્દ ને 'અર્જુને' રે ગુરૂ ધારિયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama