મોટો કલાકાર
મોટો કલાકાર
અભિનય સમ્રાટોનો અહીંયા મેળો ભરાય છે,
ને રંગમંચની આ દુનિયા ઉચ્ચ કલાકારથી ભરેલી જણાય છે.
મહેફિલો ભરાય છે એવીજ આજે પણ,
ભરી મહેફિલમાં કિસ્મતની પણ કિંમત લગાવી લોકો મનમાં હરખાય છે.
કુદરત પણ અહીંયા ક્યાં ઓછી કલાકાર જણાય છે,
વાર-તહેવારે પોતાનો પરચો બતાવી હયાતી સાબિત કરતી જાય છે.
જોને અનરાધાર હતો પહેલા અષાઢ પણ,
ઝરમર વરસી એ આજે કપટી માનવીઓની જેમ ભોળવી જાય છે.
તોય ઈશ્વરથી મોટો કલાકાર શોધવો અશક્ય જણાય છે,
સઘળા આરોપો ગ્રહણ કરીને પણ આસ્થાનું કેન્દ્ર બની જાય છે.
