STORYMIRROR

kajal ni kalame

Romance

4  

kajal ni kalame

Romance

મોતી મહામૂલું

મોતી મહામૂલું

1 min
363

સંબંધ એજ ખરો જાણ્યો,

જેમાં નથી કોઈ માંગણીઓ,

નિ:શબ્દ લાગણીઓ.


કોરાયું બીજ એક બાગ મહી,

ને ખીલી ગુલાબ સમ પાંખડીઓ,

નિ:શબ્દ લાગણીઓ.


જડી કૂંચી એક ગુચ્છામાંથી,

ને ખુલી આ મન ની સાંકળીઓ,

નિ:શબ્દ લાગણીઓ.


ઉજ્જડ વિરાન મરુભૂમિમાં,

કે જાણે આવ્યો ફાગણિયો,

નિ:શબ્દ લાગણીઓ.


સાગરરૂપી ખારા જગમાં,

તરવા મળે જો મીઠો તાંતણીયો,

નિ:શબ્દ લાગણીઓ.


વાવીએ સંબંધ સ્નેહ તણા,  

ને લણીએ પાક લાવણીઓ,

નિ:શબ્દ લાગણીઓ.


નહી મળે જે મોતી તુંટી ગયા,

રહી જશે બસ યાદોની સરવાણીઓ,

નિ: શબ્દ લાગણીઓ.                


Rate this content
Log in

Similar gujarati poem from Romance