STORYMIRROR

Shital Bhatt

Tragedy

3  

Shital Bhatt

Tragedy

મોંઘવારી

મોંઘવારી

1 min
232

નડતી નથી મોંઘવારી એમને,

કે જેમની આવક છે લાખોમાં,

પણ હજારોવાળાની વિસાત શું ?

અહીં તો બધું જ ઉડી જાય છે બસ વાતો વાતોમાં.


વાતો કઈ કરવાની પ્લેનમાં ઉડવાની?

માત્ર હોય છે મંજુરી, બસ સપનું જોઈ લેવાની,

બાકી ભરોસો નથી કોઈ ને કોઈનો હવે,

હોય એ વિજય માલિયા કે પછી હોય અંબાણી.


ખાવા ને શેર ભાજી, શેર લોહી બળવાનું,

રૂપિયા ૧૦૦ ની નોટ માંજ બધું શાક લાવવાનું,

ત્રણ દિવસ પણ પૂરા એ ચાલે નહિ વપરાશમાં,

આમ ને આમ તો કંઈ કેટલું પોષાવાનું?


આવકનાં ત્રણ આંકડાનો તો કસ નીકળી જાય છે,

બાકી રહેલું એકલું પણ ક્યાંક ખોવાઈ જાય છે,

શું હિસાબ મળે માનવ ને આજે એના ખર્ચાનો,

હવે તો બેન્ક માં મુકેલી એફ.ડી. પણ તૂટતી જાય છે.(૨)


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy