મોહ-માયા
મોહ-માયા
પેપ્સી ઉપાડુ તો થમ્સ અપ યાદ આવે,
મોહમાયા જાણે જાળ રચતી લાગે.
એક હાથમાં કોક ને બીજામાં સ્પ્રાઈટ છે,
લાલચનો જાણે મારા હૈયા પર ભાર છે.
બે ત્રણ પાંચ પીણાં પેટમાં ઠંડક છે આપે,
અસંતોષનો અરીસો અંતરમન છે બતાવે.
અમીરીનો ઠાઠ જાણે નશો છે ચડાવે,
થાય પસ્તાવો, જાય ઘર ને ઓસરી રહે.
તેમ છતાં ન ભાન આવે ન શાન કે
દર્દ સમયે જાણે નશો કામ આવે.
શીશાના શીશ ખાલી કર્યાં બાકડે ને,
સૂકાતા કંઠે પાણી જ યાદ છે આવે.
બાથભીડી પડેલા શીશા લાગે છે જાણે,
રાગ-દ્વેષે લીધેલા ભરડા જાણે.
ચૂસકી એ એક ચસકી મારી મતિ છે,
ખાલી શીશા સમુ જાણે જીવન મારું છે.