મોબાઈલ
મોબાઈલ
છે નામ એનું ડબલું
સૌ કહે એને ભુંગડું
હેલ્લો...... કહેતા
કરાવે એ તો સંવાદ
ભેરુ, દોસ્ત ને સ્નેહીજન
સૌ કરતા અહીં ભેટો
હસે હસાવે ને ક્યારેક
મન મારુ ભીંજવતો.
બોલી મીઠી મજાનું બોલે
પેટછૂટી વાતો ખોલે.
બદલાયુ આજ રૂપ એનું
છિન્નભિન્ન ઘરનું તંત્ર થયું.
રહેતાં એકબીજાની સાથે
પણ મનથી તો અંતરે રહ્યું.
ફેસબુક, ટ્વિટર ને ઇન્સ્ટાગ્રામ
સગાં સૌ કરે એમાં સંવાદ.
સાથ અને સહકાર ભૂલાયા
ના કોઇ મસ્તી કે
ના કોઇના ખબર પૂછાયા.
આવ્યો છે આજ મોબાઈલનો જમાનો
લોકડાઉનમાં ફરી એના ભાવ પૂછાયા.