STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy Fantasy

મનમાં રહી ગઈ

મનમાં રહી ગઈ

1 min
37

શું કરું હું વાત, મનની મનમાં રહી ગઈ,

હૃદયની એ ઘાત, મનની મનમાં રહી ગઈ,


કલ્પનાની દુનિયામાં જીવવું પડશે હવે,

જે હતી હકીકત, મનની મનમાં રહી ગઈ,


આમ જ વીતી ગયું છે આયખું હવે મારુ,

જીવવાની દાનત, મનની મનમાં રહી ગઈ,


દુઃખ ઠાલવવું તો સાચે જ ખૂબ મુશ્કેલ છે,

કહેવાની આદત, મનની મનમાં રહી ગઈ,


તમે મૂકી ને ગયાં છો સંગીન આરોપ એવો,

સહેવાની તાકાત, મનની મનમાં રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy