મંગલ શંખ બજાઉં
મંગલ શંખ બજાઉં
પ્રાથી; પરમેશ્વર નૂતન વર્ષે હું મંગલ શંખ બજાવું
એવો અવસર આપ પ્રભુ તું આ જગમાં કઈંક કરી બતાવું,
ના માગું હું નિત વસંત જપણ, ભીતર ભાવે કદી ન સુકાઉં,
ઋતુ ઋતુના ખોળે જ રમતાં ધન્ય ! રૂપલ ફૂલ બની મુસ્કાઉં,
એવા ઉરમાં ભરજો વિશ્વાસ જજગ સંગ્રામો ખેલી બતાવું
રાહ ભલે ને ઉબડ-ખાબડ હો તારો ઍવરેસ્ટ ચડી બતાવું
છોને છોડે તું પર્વત ટોચે જલ જેમ, સાગર થઈ બતાવુંથા;
સારથ એક આશ જ હૈયે પાર્થ સમ માનવ જાત દીપાવું,
એવો અવસર આપ પ્રભુ તું, તારો ગર્વ થઈ હરખાઉં ને મંગલ શંખ બજાઉં.
