મને ક્યાં સમજાય છે !?
મને ક્યાં સમજાય છે !?


અસમંજસથી છું ભરેલો
મને ક્યાં સમજાય છે !
લખાય છે આ પેનથી,
પેનની શાહી વપરાય છે..જાણું છું...
પણ....
એ મને ક્યાં સમજાય છે !
નદીના વહેણમાં કૂદકો લગાવતા મજા આવી જાય છે,
પણ એ વહેણનું જોર આપણનેય ખેંચી જાય છે..જાણું છું..
પણ...
એ મને ક્યાં સમજાય છે !
"સમુંદર"માં ભરતી ટાણે પાણી આગળ વધે છે અને
ઓટ આવતા અંદર પાછું વળી જાય છે .. જાણું છું ..
પણ...
એ મને ક્યાં સમજાય છે !
લગન સમયે વર-વધુ ના છેડા એક થાય છે પછી
જ્યારે
ઝઘડો-કંકાસ થાય તો છેડા છૂટાં થઈ જાય છે જાણું છું..
&n
bsp; પણ..
એ મને ક્યાં સમજાય છે !
આંખોમાં પાણી આવતા એકલતા અનુભવાય છે
છતાં પણ
ખુશીના ટાણે સૌની સાથે મલકાઈ જવાય છે...જાણું છું..
પણ...
એ મને ક્યાં સમજાય છે !
ખુદની આવડતથી સોંપાયેલું કામ
સરળતાથી પૂરું પડાય છે જાણું છું. .
પણ...
એ મને ક્યાં સમજાય છે !
સમજાય છે બધુંજ પણ
કોઈનો ખાલીપો ભરવા નાસમજ થઈ જવાય છે..
એ પણ જાણું છું...
પણ...
એ મને ક્યાં સમજાય છે !