મંડપ સૂનો મૂકીને...!
મંડપ સૂનો મૂકીને...!
હતી જે અભિલાષા જીવનમાં,
બસ હવે મૃગજળ બનીને રહી ગયાં..!
આશા અને અરમાનોના આ ઓરતા,
બસ હવે મનમાં જ કેદી બનીને રહી ગયાં..!
ઝંખના જે હતી બસ તને જ પામવાની,
બસ હવે બધું રાખ બનીને જ રહી ગયાં..!
રચી હતી બસ તારા જ નામની જે મહેંદી હાથમાં,
બસ માત્ર હવે એ રંગ બનીને જ રહી ગયાં..!
ખબર ન હતી 'કે ફેરા આવી રીતે અધૂરાં રહી જશે,
ને દહેજની લાલચમાં હવે શું તમે પણ શામેલ થઈ ગયાં..?
શમણાં જોયા હતાં જે સાથે મળીને ઘરસંસારના,
આમ મંડપ સૂનો મૂકીને તમે કેમ ચાલ્યા ગયાં..?

